પંચમુખી હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસા કેન્દ્રની શરૂઆત
હિન્દ કેસરી સેના માંડવી નગર ટીમ દ્વારા આજે માંડવી નગરનાં તળાવ પાસે આવેલા શ્રી હનુમાન દાદાના ૪૦૦ વર્ષ જૂના પંચમુખી હનુમાન મંદિરના પવિત્ર પ્રાંગણમાં શ્રી હનુમાન ચાલીસા કેન્દ્રની શરૂઆત કરાઈ. શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરાયા પછી કાર્યકર્તાઓએ માંડવી નગરમાં આવનારા દિવસોમાં ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમો નો આયોજન કરવા બાબતે રજૂઆત કરી. તેમજ આવનારા દિવસોમાં માંડવી નગર ટીમનો વિસ્તાર વધારવા બાબતે પોત પોતાની રજૂઆતો સંગઠન સામે રજૂ કરી. હિન્દ કેસરી સેના કચ્છ વિભાગ