દાહોદ જિલ્લાના ઇતિહાસમાં પહેલી વાર કાવડ યાત્રાનું આયોજન
તા. ૧૨/૦૮/૨૦૨૪
દાહોદ જિલ્લાના ઇતિહાસમાં પહેલી વાર હિન્દુ મહાસભા દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું. કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં દાહોદ જિલ્લા હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા તેમજ કાવડ લઈને જનારા કાર્યકર્તાઓ નો ઉત્સાહ વધાર્યો. કાવડ યાત્રામાં હિન્દુ મહાસભાના વિભાગ મંત્રી વિનોદભાઈ ઉપાધ્યાય, વિભાગ સહ મંત્રી રાજેશભાઈ કાલરા, પ્રદીપ શર્મા જિલ્લા મંત્રી, નરેશભાઈ ચાવડા દાહોદ નગર અધ્યક્ષ, આશિષ ભાઈ શર્મા નગર સહ મંત્રી ઉપસ્થિત રહ્યા. આવનારા દિવસોમાં દાહોદ તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં મોટી સંખ્યામાં હિન્દુ ત્યોહારો ધામધૂમથી ઉજવવામાં આવશે.