કચ્છ જિલ્લામાં કેર પ્રોગ્રામની શરૂઆત
જય શ્રી રામ
*હિન્દ કેસરી સેના* દ્વારા કચ્છ જિલ્લામાં એકલા રહેતા વડીલો માટે *કેર પ્રોગ્રામની* શરૂઆત કરાઈ. *કેર પ્રોગ્રામ* અંતર્ગત કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓ પ્રમાણે એક રજીસ્ટર બનાવવામાં આવશે. ગામડા તેમજ શહેરમાં એકલા રહેતા વડીલોની નોંધણી આ રજીસ્ટરમાં કરવામાં આવશે. જો વડીલોને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બીજી કોઈપણ પ્રકારની તકલીફ હશે તો એની વિગત રજિસ્ટરમાં નોંધવામાં આવશે. વડીલો ને દર રવિવારે ફોન કરી એમના હાલચાલ પૂછવામાં આવશે તેમજ જરૂર પડે તો સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા વડીલોની વ્યક્તિગત મુલાકાત પણ લેવામાં આવશે. કેર પ્રોગ્રામ સાથે જોડાવવા વડીલો ને ૯૯૩૦૯૯૫૫૫૫ નંબર પર ફોન કરી પોતાની વિગત નોંધાવવી પડશે.
હિન્દ કેસરી સેના સનાતન સંગઠન
(હિન્દુ મહાસભા)
ગુજરાત પ્રદેશ
મો:- ૯૯૩૦૯૯ ૫૫૫૫
www.hindkesari.org
contact@hindkesari.org