માંડવી નગરમાં શ્રી હનુમાન ચાલીસા કેન્દ્રની શરૂઆતહિન્દ કેસરી સેના માંડવી નગર ટીમ દ્વારા આજ રોજે શ્રી હનુમાન ચાલીસા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી. 

માંડવી નગર ટીમ દ્વારા હનુમાન દાદાના ચરણોમાં દીપ પ્રગટાવી હનુમાન ચાલીસા પાઠ કરીને સનાતન સમાજમાં પ્રેમ, ભાઈચારો વધે એવી મંગલ કામના કરી. કાર્યકર્તાઓએ પોત પોતાના વિચારો રજૂ કરીને સંગઠનને આવનારા દિવસોમાં વધુથી વધુ સનાતની ભાઈ બહેનો સુધી પહોચાડવા ને માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા.